તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોએ ઢોલ વગાડી નિંભર તંત્રને જગાડ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનગરપાલિકા દ્વારા વેરા વસૂલવા માટે લેણદારને ત્યાં ઢોલ વગાડવામાં આવતા હોય છે. વેરા ઉઘરાવ્યા બાદ પણ પ્રજાને સફાઈ, પાણી સહિતની પ્રાથમિક સવલતો આપે તો પ્રજા પણ નગરપાલિકાના આંગણે ઢોલ-શરણાઈ વગાડી શકે છે તે પૂરવાર કર્યું આજે પોરબંદર જિલ્લા કોળી સેનાએ. શહેરના ઝુરીબાગ અને રામધૂન વિસ્તારમાં સાંઢીયાગટરની સફાઈ નિયમિત નહીં થતાં સ્થાનિકો ત્રસ્ત બન્યા હતા. કોળીસેના અને કોંગ્રેસના આગેવાનો ઢોલ-શરણાઈ સાથે સફાઈના મુદ્દે રજૂઆત કરવા માટે દોડી ગયા હતા જેને પગલે પાલિકા કચેરીમાં પાલિકાના કર્મચારીઓ પણ થોડીવાર તો આશ્ચર્યચકિત બની ગયા હતા.

પોરબંદરમાં ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ લોકોનું ટોળું ઢોલ-શરણાઈ સાથે શહેરના રાજમાર્ગો ઉપરથી પસાર થતાં થોડીવાર શહેરીજનો પણ વિચારતા થઈ ગયા હતા. તો હતી કોઈ ધાર્મિક યાત્રા કે હતા કોઈ લગ્નના ઢોલ. ઢોલ અને શરણાઈ વાગી રહ્યા હતા સફાઈના મુદ્દે નગરપાલિકાના શાસકોને કુંભકર્ણનિંદ્રામાંથી જગાડવા માટે. શહેરના કોળીવાડ અને રામધૂન વિસ્તારમાંથી પસાર થતી સાંઢીયાગટરની નિયમીત સફાઈ થતી નહીં હોવાને કારણે ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયા હતા. ઉપરાંત ચારોતરફ કાદવ-કિચડનું સામ્રાજ્ય જોવા મળતું હોય, વરસાદી પાણી ભરાયેલા રહેતા હોય આથી મચ્છરોનો ઉપદ્રવ વધતાં લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો ઉભો થયો હતો.

કોળીવાડ વિસ્તારમાંથી નીકળતી સાંઢીયાગટર રહેણાંક વિસ્તારથી નજીક હોવાથી ગટરના ગંદા પાણી ઉભરાઈને ઘરઆંગણે ફરી વળતા હોય જેને કારણે સ્થાનિકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો હતો. ગટર ઠેકઠેકાણે તૂટી ગઈ હોવાથી લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે તેમજ સતત અકસ્માતનો પણ ભય જોવા મળતો હતો. નગરપાલિકાના શાસકોને સાંઢીયાગટરના મુદ્દે અવારનવાર રજૂઆતો કરી હતી પરંતુ સફાઈના નામે માત્ર નાટક થતું હોય આથી કંટાળેલા વિસ્તારના લોકો તેમજ કોળીસેના અને કોંગ્રેસે આજે પાલિકાના શાસકોની આંખ ઉઘાડવા માટે સ્થાનિક લોકોને સાથે લઈને ઢોલ-શરણાઈ સાથે કોળીવાડથી નગરપાલિકા સુધી એક રેલીનું આયોજન કર્યું હતું અને ત્યાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને સફાઈના મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી.

પોરબંદર કોળીવાડ અને રામધૂન વિસ્તારના લોકો સફાઈના મુદ્દે પાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા અને લોકો કેવી પરિસ્થિતિમાં દિવસો વ્યતિત કરે છે તેનું સ્થળ નિરીક્ષણ કરવા પાલિકાના જવાબદાર અધિકારીઓને જણાવ્યું હતું અને અધિકારીઓ આવવા પણ તૈયાર થઈ ગયા હતા જ્યારે સ્થાનિક લોકો સ્થળ ઉપર પહોંચ્યા પરંતુ પાલિકાના જવાબદાર અધિકારીઓ નહીં ડોકાતા અંતે સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે દોડી ગયા હતા.

નગરપાલિકા સફાઈના નામે 3 લાખના બીલો ઉઘરાવે છે : રામદેવ મોઢવાડીયા

પોરબંદરનગરપાલિકા ઉપર સફાઈના ખર્ચને લઈને વધુ એક વખત કોંગ્રેસે સણસણતા આક્ષેપો કર્યા હતા. સાંઢીયાગટરની સફાઈ માટે નગરપાલિકા દ્વારા 25 થી 30 જેટલા માણસોની નિમણુંક કરવામાં આવી છે અને તેના ખર્ચ પેટેની રૂા. 3 લાખની રકમ ઉઘરાવી દેવામાં આવે છે અને સફાઈ માત્ર કાગળ ઉપર થાય છે તેવા આક્ષેપો કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ નગરપાલિકા શાસકો સામે કર્યા હતા.

કલેક્ટરે બે દિ\\\'માં સફાઈ હાથ ધરવાની ખાત્રી આપી

કોળીવાડવિસ્તારમાં સાંઢીયાગટરની સફાઈના મુદ્દે પાલિકાના જવાબદાર અધિકારીઓએ દાદ નહીં દેતા અંતે સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે દોડી ગયા હતા અને કલેક્ટરને સમગ્ર હકીકત વર્ણવતા તેઓએ આગામી બે દિવસમાં જે કોઈ પ્રશ્ન હશે તેનું નિરાકરણ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. ખરેખર સફાઈની જવાબદારી નગરપાલિકાના શાસકોની છે પરંતુ તેની ઉદાસીનતાને કારણે લોકોને જિલ્લા વહીવટીતંત્ર પાસે દાદ માંગવી પડી હતી.

સ્થળ ઉપર નિરીક્ષણ કરવા પાલિકાના અધિકારીઓ ડોકાયા નહીં

પોરબંદરમાં ગંદકીના મુદ્દે લોકો પાલિકા કચેરીએ દોડી ગયા : શહેરમાં પ્રાથમિક સુવિધાનાં અભાવને લઇને કરાઇ રજૂઆત

રામધૂન અને કોળીવાડ વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીનાં ગંજ ખડકાતા લોકોની ધીરજ ખૂટી. કોંગ્રેસ અને કોળી સેનાએ સફાઇનાં મુદ્દે અધિકારીઓને કરી ઉગ્ર રજૂઆત. તસ્વીર- કે. કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો