તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનનાે દરિયામાં ઝંપલાવી આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંઝુરીબાગ વિસ્તારમાં રહેતા એક યુવાને રતનપુર પાટીયા સામે આવેલ દરિયાકાંઠે કોઈ અગમ્ય કારણોસર ડૂબી જઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ઝુરીબાગમાં રહેતા ભરત રાજાભાઈ મકવાણા નામના યુવાને રતનપુર ગામના પાટીયા પાસે આવેલ દરિયાકાંઠે કોઈ અગમ્ય કારણોસર દરિયાના પાણીમાં ઝંપલાવી લીધું હતું. અને યુવાનને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ભરતનું મોત નિપજ્યું હતું અને તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. યુવાને ક્યા કારણોથી પગલું ભર્યું તે અંગે હાર્બર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાને કોઈ કારણોસર પોતાના હાથે બ્લેડના છરકા મારી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. કડીયાપ્લોટમાં રહેતા વિજય દિલીપભાઈ જેઠવા નામના યુવાને કોઈ કારણોસર પોતાના હાથ વડે શરીરના ભાગે બ્લેડના છરકા મારી લીધા હતા. જેથી યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો