Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવડા પાસેથી બાઈકમાં દારૂ સાથે બે ઝડપાયા
પોરબંદરનજીક આવેલા દેવડા ગામ પાસે પોલીસ વાહનચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક બાઈકને રોકાવી તપાસ કરતા બાઈકમાં સવારે બે શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી, જેથી પોલીસે બાઈક સહિત રૂા. 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
તહેવારો નજીક આવતાની સાથે પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી વધવા પામી હોય પોલીસે પેટ્રોલીંગ શરૂ કર્યું છે. ખાગેશ્રી ગામે રહેતા સામરાજ વનરાજ હેરમા અને હરીસીંગ કાલુભા ચાવડા બન્ને શખ્સો બાઈકમાં 350 એમ.એલ. ની દારૂની એક બોટલ લઈને દેવડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને બન્ને શખ્સો દારૂની બોટલ નિલેશ ભુપત રબારી નામના શખ્સ પાસેથી લઈ આવ્યા હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે દારૂના ગુન્હા સબબ 3 શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો અને બાઈક સહિત કુલ રૂા. 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.