તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • બોખીરામાંથી 3 જુગારીઓ ઝબ્બે, 13,490નો મુદ્દામાલ કબજે કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોખીરામાંથી 3 જુગારીઓ ઝબ્બે, 13,490નો મુદ્દામાલ કબજે કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં ઠેરઠેર વરલી-મટકા અને તિનપત્તીનો જુગાર ધમધમી રહ્યો છે ત્યારે પોલીસે ચાલતા જુગાર પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે અને જુગારીઓ પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે ત્યારે બોખીરા દાંડીયારાસ ચોકના રસ્તા પર જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા 3 જુગારીઓ રૂા. 13,490 ના મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

બોખીરા, દાંડીયારાસ ચોકના રસ્તા પર જાહેરમાં જુગાર રમતા નાગાજણ ઉર્ફે નાગેશ વિરમભાઈ ખુંટી, સંજય મોહનભાઈ દેવળીયા, નાથા સુકાભાઈ બોખીરીયાને રૂા. 13,490 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા અને જુગારીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અન્ય એક બનાવમાં પોરબંદર નજીક આવેલા કુતિયાણા પાસે પોલીસ વાહનચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક બાઈકચાલકે પોતાનું બાઈક રોન્ગ સાઈડમાં અને બેફામ રીતે ચલાવતા પોલીસે બાઈકચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. કુતિયાણામાં રહેતા ઉમેશદાન નારણદાન નામના બાઈકચાલકે પોતાનું બાઈક રોન્ગસાઈડમાં તેમજ બેફામ રીતે ચલાવતા પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો