તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂગર્ભ ગટરની કામગિરીમાં ભ્રષ્ટાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં ભૂગર્ભગટર યોજના ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. રોજ ઉઠીને નવા મુદ્દાઓને લઈને આક્ષેપો શરૂ થઈ ગયા છે. કોળીવાડ વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભગટર યોજનાની કામગીરી બેદરકારીપૂર્વક તો થઈ રહી છે, પરંતુ ચેમ્બર બનાવવાની જે કામગીરી ચાલી રહી છે તેમાં નબળી ગુણવત્તાવાળી ઈંટોનો ઉપયોગ થતો હોય આથી મહિલાઓએ રોષભેર ઈંટોને તોડી હતી અને મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆતો પણ કરી હતી.

પોરબંદરના કોળીવાડ અને રામધૂન વિસ્તારમાં ભૂગર્ભગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે તેમાં ચેમ્બર બનાવવાની કામગીરીમાં જે ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં વરસાદ પડતાં તે ભૂક્કો થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે વિસ્તારમાં રોષે ભરાયેલી મહિલાઓએ નબળી ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે ઈંટો પણ તોડી હતી અને એવું પણ જણાવ્યું હતું કે, ચેમ્બર બનાવવામાં ઈંટોનો ઉપયોગ થશે તો ભવિષ્યમાં ચેમ્બર તૂટી જશે અને ગટરોના ગંદા પાણી ઘર સુધી પહોંચશે.

ઉપરાંત ભૂગર્ભગટર યોજનાની કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈન પણ તોડી નાખતાં વિસ્તારના લોકોને પીવાનું પાણી પણ નિયમિત મળતું નથી. એટલું નહીં, હવે મુખ્ય રસ્તાઓ પર પણ મસમોટા ખાડા કરી દેવામાં આવ્યા છે જેને કારણે લોકોને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે અને કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. જો કામગીરી ગુણવત્તાવાળી અને ઝડપથી નહીં થાય તો વિસ્તારના લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી રજૂઆતો પણ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં પણ કરી હતી.

શહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને વરસાદ પડતાની સાથે ઠેકઠેકાણે રસ્તાઓ બેસી ગયા છે જેને લઈને પણ શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે.

કલેકટરને આવેદન પાઠવી વહેલીતકે ભૂગર્ભગટરની યોગ્ય કામગીરી નહિં કરવામાં આવે તો આંદોલનની ચિમકી આપવામાં આવી. તસ્વીર-કે.કે. સામાણી

કોળીવાડ અને રામધૂન વિસ્તારમાં નબળી કામગીરીથી લોકો રોષે ભરાયા : કલેકટરને કરાઇ રજૂઆત

પોરબંદર શહેરમાં રોષે ભરાયેલી મહિલાઓએ ભૂગર્ભગટરમાં ઉપયોગમાં લેવાતી ઈંટો તોડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો