Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજથી રાજ્યકક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધાનો પ્રારંભ થશે
સ્પોર્ટસ રીપોર્ટર | પોરબંદર
પોરબંદરમાંઆવેલ સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે રીઝવાન આડતીયા ફાઉન્ડેશન ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યકક્ષાની યોજાનારી સ્પર્ધાનો આજથી પ્રારંભ થશે.
શહેરમાં યોજાનાર રીઝવાન આડતીયા ફાઉન્ડેશનમાં ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજથી શુભારંભ થશે અને ટુર્નામેન્ટનું ઉદઘાટન સવારે 8:30 કલાકે જિલ્લા કલેક્ટર દિનેશ પટેલ દ્વારા કરવામાં આવશે. સ્પર્ધામાં ગુજરાતના નામાંકીત ખેલાડીઓ જેવા કે હમિત દેસાઈ, નેશનલ પ્લેયર્સ કેનાઝ છીપીયા, જીજ્ઞેશ જૈસવાલ ભાગ લેશે. સાથે પોરબંદરના પ્લેયરો પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સ્પર્ધાના મુખ્ય નિર્ણાયક તરીકે રાજકોટના આંતરરાષ્ટ્રીય અમ્પાયર મનિષ મહેતા સેવા આપશે. સ્પર્ધામાં વિજેતાઓને રૂા. 57,500 નો રોકડ પુરસ્કાર અને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધામાં 700 જેટલા સ્પર્ધકો ભાગ લેનાર હોય તો સ્પર્ધામાં ઉપસ્થિત રહેવા ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસીએશન દ્વારા જણાવાયું છે.