તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર ખારવા સમાજે ખાંડ અર્પણ કરી દરિયાદેવને શાંત કરવા કર્યું પૂજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર ખારવા સમાજે ખાંડ અર્પણ કરી દરિયાદેવને શાંત કરવા કર્યું પૂજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જ્યારેવહાણવટાની તૈયારીઓ શરૂ થતી હોય છે દિવસે માલમ દ્વારા દરિયાનું પૂજન કરવામાં આવે છે. દિવસે પોરબંદરમાં માલમ દ્વારા ખારવાસમાજના નવનિયુક્ત વાણોટ સહિતના આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવે છે અને દરિયાદેવને ખાંડ અર્પણ કરી પૂજન કરવામાં આવે છે પરંપરા મુજબ આજે પણ દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. આજે અસ્માવતી ઘાટ ખાતે દરિયાદેવના પૂજન કરવા માટે ખારવાસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર સહિત ગુજરાતભરમાં વસતા ખારવાસમાજ વહાણવટાના વ્યવસાય સાથે જોડાયેલ છે. અષાઢીબીજના દિવસે ઈષ્ટદેવ રામદેવજી પ્રભુની આરાધના કર્યા બાદ દરિયો ખેડવા માટેની તૈયારીઓ શરૂ થઈ જાય છે અને વહાણવટાના વ્યવસાયની તૈયારી કરતા પૂર્વે દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે પરંપરા મુજબ આજે ખારવાસમાજના માલમ દ્વારા દરિયાદેવનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ખારવાસમાજના નવનિયુક્ત વાણોટ સુનિલભાઈ ગોહેલ અને પંચ, પટેલો તેમજ ટ્રસ્ટીઓ સહિતના આગેવાનોને પૂજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે આગેવાનોએ અસ્માવતિ ઘાટ ખાતે દરિયાદેવનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ દરિયામાં ગુલાબનું પુષ્પ અને ખાંડ પધરાવી હતી. પૂજનનું મહત્વ છે કે, ચોમાસાના સમયમાં દરિયો તોફાની હોય અને તે શાંત થાય અને મીઠો થાય તે માટે ખાંડ પધરાવવાનું એક વિશેષ મહત્વ રહેલું છે. કાર્યક્રમમાં ખારવાસમાજના આગેવાન રણછોડભાઈ શિયાળ, ભરતભાઈ મોદી, બોટ એસો. ના પ્રમુખ મનિષભાઈ લોઢારી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવસે ખારવાસમાજની પરંપરા મુજબ નવા કોટવાળની પણ વરણી કરવામાં આવે છે.

તોફાની દરિયો (ખારો) શાંત (મીઠો) થાય તે માટે નવનિયુક્ત વાણોટ સહિતનાઓએ દરિયાદેવનું પૂજન કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો