તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં છાત્રોએ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં છાત્રોએ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઆવેલી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં મહેર આર્ટ પરિવાર દ્વારા ચિત્ર પ્રદર્શન ખૂલ્લુ મુકવામાં આવ્યું છે, જે ચિત્ર પ્રદર્શન શહેરીજનો ઉપરાંત શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ નિહાળવા બહોળી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે ચિત્ર પ્રદર્શન નિહાળવા યાજ્ઞવલ્ક્ય સ્કૂલના છાત્રો આવી પહોંચ્યા હતા. શહેરમાં આવેલી મહારાણા નટવરસિંહજી આર્ટગેલેરી ખાતે મહેર આર્ટ પરિવાર દ્વારા સમાજના વિવિધ ચિત્રકારોના આકર્ષક ચિત્રો પ્રદર્શનઅર્થે મુકવામાં આવ્યા છે ત્યારે આર્ટગેલેરી ખાતે યાજ્ઞવલ્ક્યની શાળામાં 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા 140 જેટલા વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા અને પ્રદર્શનમાં મુકવામાં આવેલ વિવિધ આકર્ષક ચિત્રો જોઈને અભીભૂત થયા હતા. સાથે શિક્ષકગણ પણ જોડાયો હતો. અને આવા ચિત્ર પ્રદર્શનોથી વિદ્યાર્થીઓને પણ કલાક્ષેત્રની જાણકારી મળી રહે અને તેઓ પણ પોતાની આગવી કલા વિકસાવી શકે તે વાત પણ ચોક્કસ છે.

140 જેટલા વિદ્યાર્થીઓએ કલાક્ષેત્રનું માર્ગદર્શન મેળવ્યું. તસ્વીર-કે.કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો