• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંક પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ

ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંક પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસુખાકારીમાટે પોરબંદર જિલ્લાના વિવિધ વિભાગોની કચેરીઓને ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંક ફાળવવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ઉપસ્થિત અધીકારીઓને સંબોધતા જિલ્લા કલેક્ટર દિનેશ પટેલે જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાને ફાળવવામાં આવેલ ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંકને નિયત અવધીમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. બેઠકમા઼ ખેડૂતોને ખેતી વિષયક કનેક્શન, બી.પી.એલ. પરીવારોને વિજજોડાણ, સોલારપંપ, વિજસ્ટેશનની સવલત, ઔદ્યોગિક ભરતી મેળા યોજવા, સ્વરોજગાર શિબિર, લોકસંવાદ સેતુના પ્રશ્નો, શહેરીવિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ, પોષણયુક્ત ગુજરાત, આંગણવાડીઓમાં નળ કનેક્શન, શૌચાયલ, વિજળીકરણ, તેડાગરોને મા-વાત્સલ્ય યોજનાનો લાભ, નિરાધાર વૃદ્ધોને સહાય, સરસ્વતી સાધના યોજના અન્વયે સાયકલ સહાય વગેરે મુદ્દાઓને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધીકારી સી.પી. નેમા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.પી. ગોહીલ સહિત જિલ્લાના અમલીકરણ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...