તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજને શ્રદ્ધાંજલી અપાશે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજને શ્રદ્ધાંજલી અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે રાત્રીના 8:30 કલાકે શ્રદ્ધાંજલી સમારોહ યોજાશે

વિશ્વવંદનીય વિભૂતી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહરાજના ચરણે ભાવવંદના કરતો શ્રદ્ધાંજલી સમારોહ આજે પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રીના 8:30 થી 10:30 દરમિયાન યોજાશે. કાર્યક્રમમાં જૂનાગઢના પૂજ્ય હરિનારાયણદાસસ્વામી, જૂનાગઢ અક્ષરમંદિરના મહંત પૂ. યોગીસ્વરૂપદાસસ્વામી ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો વિજયધ્વજ ફરકાવનાર સંસ્કૃતિપુરૂષ, વિવિધ સેવાઓની સરીતા વહાવી સમાજને સ્વસ્થ, શિક્ષિત, સમૃદ્ધ અને સંસ્કારી બનાવનાર વિશ્વવંદનીય મહાપુરૂષ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ચરણે ભાવવંદના કરવા માટે યોજાનારા શ્રદ્ધાંજલી સમારોહમાં શહેરીજનોએ ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...