સુરક્ષા સેતુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનીડો. વી.આર. ગોઢાણીયા કોલેજમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વાડોકાઈ કરાટે ડો એકેડમી દ્વારા 300 જેટલી વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ કરાટે માર્શલ આર્ટસની બેઝીક ટેકનીકલ, પંચ ફીક્સ, મુવ્સ, સેલ્ફ ડીફેન્સ, ફાઈટ્સ કરાટે બ્રેકીંગ વગેરેની ટ્રેનીંગ આપવામાં આવી હતી. કેમ્પનો સમાપન કાર્યક્રમ જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પ્રસંગે ડી.વાય.એસ.પી. મણવર, વાડોકાઈ કરાટે ડો એકેડમી ગુજરાતના ટેકનીકલ ડાયરેક્ટર અરવિંદ રાણા, વી.આર. ગોઢાણીયા કોલેજના વાઈસ પ્રિન્સીપાલ હરીભાઈ કરગથરા, વાડોકાઈ કરાટે ડો. એકેડમી પોરબંદર, જૂનાગઢ, કચ્છના ડિસ્ટ્રીક્ટ ડાયરેક્ટર કેતન કોટીયા, બ્લેક બેલ્ટ જયેશ ખેતરપાળ, સુરજ મસાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સુરક્ષા સેતુ સોસાયટીના નોડેલ અધિકારી ડી.વાય.એસ.પી. મણવર, સેલ્ફ ડીફેન્સ શિબીરના નોડલ અધીકારી સંતોકબેન ઓડેદરા અને વાડોકાઈ કરાટે ડો એકેડમીના સેન્સઈ કેતન કોટીયા તથા તેમની ટીમના તમામ ઈન્સ્ટ્રક્ટરો અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓ અને કોલેજમાં પ્રિન્સીપાલ અનુપમ નાગર અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

પંચ ફીકસ, મુવ્સ, ફાઇટસ કરાટેની તાલીમ અપાઇ તસ્વીર- કે.કે.સામાણી

છાત્રાઓને સ્વબચાવ માટેનાં પાઠ શિખવાયા

300 વિધાર્થીનીઓએ શિખ્યા કરાટે દાવ

અન્ય સમાચારો પણ છે...