• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ભુગર્ભ ગટરનો ભ્રષ્ટાચાર હવે લોકોનો ભોગ લઇ રહ્યો છે : કોંગ્રેસ

ભુગર્ભ ગટરનો ભ્રષ્ટાચાર હવે લોકોનો ભોગ લઇ રહ્યો છે : કોંગ્રેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહીવટીતંત્રને કુંભકર્ણ નિંદ્રામાંથી જાગવા કોંગ્રેસની ટકોર

પોરબંદરશહેરમાં છેલ્લા 3 વર્ષથી નિયમને નેવે મૂકી આડેધડ થયેલ ભૂગર્ભગટરના ખોદકામથી ઠેરઠેર ગટરના ગંદા પાણી અને દૂષિત પીવાના પાણીના કારણે પાણીજન્ય રોગો તથા મચ્છરોના ઉપદ્રવના કારણે મેલેરીયા, ડેન્ગ્યુ સહિત ઝેરી તાવની બિમારીમાં વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના તાવે શહેરમાં અજગરનો ભરડો લીધો છે. આમ, જીવલેણ બિમારીઓના સકંજામાં પોરબંદર શહેર હોવાથી વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગને કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવા કોંગ્રેસે ટકોર કરી હતી.

ઉપરાંત સરકારી હોસ્પિટલ ડેન્ગ્યુની બિમારીનું ઘર બની હોય, હોસ્પિટલના દર્દીઓ વધુ ને વધુ બિમારીનો ભોગ બની રહ્યા છે. ઉપરાંત દર્દીઓની જવાબદારી જેમના શિરે છે એવા એક તબીબ પણ ડેન્ગ્યુની બિમારીનો ભોગ બન્યા છે. કોંગ્રેસના રામદેવ મોઢવાડીયા, જીતુ આગઠ, સંજય કારીયા, દેવશી મોઢવાડીયા, હેરી કોટીયા, કિશન રાઠોડ, રવિ મોદી વગેરે આગેવાનોએ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગને કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...