તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • 4 સ્થળે સ્પીડબ્રેકર મૂકાતાં અકસ્માતોનાં બનતા બનાવોને લાગશે બ્રેક

4 સ્થળે સ્પીડબ્રેકર મૂકાતાં અકસ્માતોનાં બનતા બનાવોને લાગશે બ્રેક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 સ્થળે સ્પીડબ્રેકર મૂકાતાં અકસ્માતોનાં બનતા બનાવોને લાગશે બ્રેકપોરબંદરનાકમલાબાગથી બિરલા સુધીનો રસ્તો નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા સિમેન્ટનો બનાવવામાં આવ્યો હતો. રસ્તો સારો બની જતાં ભારે વાહનો બેફામ બનીને દોડતા હોય જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હતા. એમ.ઈ.એમ. સ્કૂલ અને છાયા ચોકી ચાર રસ્તા પાસે સ્પીડબ્રેકર મુકવાની માંગને લઈને “દિવ્ય ભાસ્કર” દ્વારા સિવિક ઈસ્યુ અંતર્ગત ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અંતે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આજે અલગ-અલગ 4 સ્થળોએ સ્પીડબ્રેકર બનાવતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફરી વળી હતી.

પોરબંદર શહેરના હાર્દસમા વિસ્તાર કમલાબાગમાં આમ પણ ટ્રાફિકની સમસ્યા વધુ પડતી જોવા મળતી હતી. જ્યારથી કમલાબાગથી બિરલા સુધીનો રસ્તો સિમેન્ટથી મઢી દેવામાં આવ્યો ત્યારથી ટ્રક અને ડમ્પર જેવા ભારે વાહનો અને રીક્ષાચાલકો બેફામ બનીને દોડતા હોય જેના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવો પણ મુશ્કેલ બન્યો હતો તેમજ અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હતા. એમ.ઈ.એમ. સ્કૂલ અને છાયાચોકી ચાર રસ્તા પાસે સ્પીડબ્રેકર બનાવવાની માંગ સ્થાનિકોએ કરી હતી. લોકોના હિતમાં “દિવ્ય ભાસ્કર” દ્વારા સ્પીડબ્રેકર બનાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરીટી ઉપરાંત નગરપાલિકાના શાસકોને પણ મુદ્દે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. અંતે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા એમ.ઈ.એમ. સ્કૂલ, ડાયમંડ પાન અને છાયાચોકી ચાર રસ્તા પાસે એમ ચાર સ્થળોએ સ્પીડબ્રેકર બનાવવાની કામગીરી હાથ ધરી હતી જેને પગલે સ્થાનિકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. વિસ્તારના સુધરાઈ સભ્ય અને એજ્યુકેશન કમીટીના ચેરમેન તેજસભાઈ ભટ્ટે પણ નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરવામાં સહયોગ આપ્યો હતો. આજે સ્પીડબ્રેકર બનાવવાની કામગીરી દરમિયાન પણ તેજસભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોકોના હિતમાં કામગીરી થતાં સ્થાનિકોએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...