• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બપોર બાદ મહંત ફર્યા 24 કલાકની રામધુન રાખો, મને કશું નહીં થાય

બપોર બાદ મહંત ફર્યા-24 કલાકની રામધુન રાખો, મને કશું નહીં થાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બપોર બાદ મહંત ફર્યા-24 કલાકની રામધુન રાખો, મને કશું નહીં થાય



પોરબંદરનાપૌરાણિક મામાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર હોય, અહીં ગુરૂવારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે બુધવારે મંદિરના મહંત બ્રહ્મયનાથે એકાએક એવું જાહેર કર્યું કે “શુક્રવારે મને સાપ કરડશે અને ત્યારબાદ મારૂં મૃત્યુ થશે, આથી મને મામાદેવના મંદિરમાં સમાધી આપી દેજો” આવી જાહેરાતને પગલે શ્રધ્ધાળુઓ મુંઝવણમાં મુકાયા હતા.

મામાદેવના મંદિર ખાતે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા જેને પગલે પોલીસને દોડી જવું પડ્યું હતું અને મુદ્દો શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ત્યારે અંધશ્રધ્ધા નિવારણઅર્થે કામ કરતી સંસ્થા સોબરગૃપના પ્રમુખ દિલીપભાઈ ધામેચા ત્યાં દોડી ગયા હતા અને તેઓએ મહંત બ્રહ્મયનાથને એવું સમજાવ્યું હતું કે, મૃત્યુ ક્યારેય કદીય કોઈનું નિશ્ચિત હોતું નથી. બ્રહ્મયનાથ બાપુને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે અંતે આજે બ્રહ્મયનાથે એવું જણાવ્યું હતું કે “24 કલાકની રામધૂન શરૂ કરી દો, મારૂં 70 વર્ષે મૃત્યુ થશે હાલ મને 56 વર્ષ થયા છે.”

અન્ય સમાચારો પણ છે...