• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વાહવાહી... | પોરબંદર પાલિકા રસ્તાનું ખાતમુહૂર્ત કર્યા બાદ હવે જ્યારે રસ્તાની કામગીરીનો પ્રારંભ થ

વાહવાહી... | પોરબંદર પાલિકા રસ્તાનું ખાતમુહૂર્ત કર્યા બાદ હવે જ્યારે રસ્તાની કામગીરીનો પ્રારંભ થતા તાયફો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને કારણે રસ્તાઓ બિસ્માર થતાં પ્રજામાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે, ત્યારે હવે પ્રજાની હમદર્દી જીતવા માટે પાલિકાએ રસ્તાના નવિનીકરણના કામો શરૂ કરી દીધા છે. વિરભનુની ખાંભીથી પેરેડાઈઝ સુધીના રસ્તાના કામનો પ્રારંભ થતા આજે ફરી એક વખત પાલિકાએ નાળીયેર ફોડીને તાયફો કરતા ભારે ચર્ચા જાગી છે.

પોરબંદરમાં વિરભનુની ખાંભીથી પેરેડાઈઝ સુધીના રસ્તાનું 45 લાખના ખર્ચે નવિનીકરણ કરવાનો નિર્ણય પાલિકાએ કર્યો હતો. થોડા દિવસો પૂર્વે નાળીયેર ફોડીને રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે ફરી રસ્તાના કામનો પ્રારંભ થતા પાલિકાના શાસકોએ વધુ એક વખત નાળીયેર ફોડીને રસ્તાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. ભૂગર્ભગટર યોજનાના મુદ્દે મૌન સેવી રહેલા પાલિકાના શાસકો હવે રસ્તાના નવિનીકરણના મુદ્દે જશ ખાટી રહ્યા હોવાની ચર્ચા શહેરભરમાં થઈ રહી છે. રસ્તાના નવિનીકરણનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જ્યુબેલી અને બિરલાવાળા રસ્તાની જે રીતે કામગીરી ટલ્લે ચડી છે તેમ કામગીરી તો ટલ્લે નહીં ચડે ને ?

રસ્તાનાં કામ શરૂ કરી આજે તંત્રએ ફરી નાળીયેર ફોડ્યું હતું.

રૂા. 45 લાખના રસ્તાના નવિનીકરણ કામમાં તંત્રએ બે વાર નાળીયેર ફોડ્યા !

અન્ય સમાચારો પણ છે...