તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • રાણાવાવ પંથકમાં મગફળીના પાકનો મુંડાએ સોથ વાળ્યો : ખેડુતો ચિંતીત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવ પંથકમાં મગફળીના પાકનો મુંડાએ સોથ વાળ્યો : ખેડુતો ચિંતીત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મગફળીનાં વાવેતરમાં મુંડો પડતા પાક ઉભો સુકાઈ જાય છે

ઉભી મગફળી સુકાવા લાગતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

રાણાવાવપંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે છેલ્લા 10 દિવસોથી પાકમાં મુંડો જોવા મળ્યો છે. મુંડાના કારણે ઉભો મગફળીનો પાક સુકાઈ જવા લાગ્યો છે જેથી સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ થઈ રહી છે. કપાસના વાવેતરમાં ઈયળ આવતા પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે જગતના તાતે 72 હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવેતરમાં મુંડો આવતા ઉભી મગફળીનો પાક સુકાવા લાગતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

પોરબંદર જિલ્લામાં કપાસના વાવેતરમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો હતો અને સરકાર દ્વારા પણ ઈયળનો નાશ થાય તેવા પગલા લેવામાં આવ્યા હતા. જેથી ચાલુ વર્ષે મોટાભાગના ખેડૂતો કપાસના વાવેતરને તિલાંજલી આપી મગફળીના વાવેતર તરફ વળ્યા હતા. જિલ્લામાં સૌથી વધારે મગફળીનું વાવેતર થયું છે ત્યારે રાણાવાવ પંથકમાં પણ મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું હતું પરંતુ વિસ્તારમાં છેલ્લા 10 થી 12 દિવસો દરમિયાન મગફળીના પાકમાં મુંડો જોવા મળ્યો છે. મુંડાના કારણે ખેડૂતોનો ઉભો પાક સુકાવા લાગ્યો છે અને મુંડાથી ખેડૂતોના પાકમાં ખુબ મોટું નુકસાન થવા લાગ્યું છે ત્યારે સરકાર દ્વારા પંથકમાં તાત્કાલીક સર્વે કરાવી મુંડાથી થયેલ પાકમાં નુકસાનને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી હતી.

પંથકમાં ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરતા હતા પણ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોએ મોટી નુકસાની વેઠી હતી જેથી ચાલુ વર્ષે ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળ્યા છે ત્યારે પાકમાં મુંડો આવતા ઉભો પાક સુકાવા લાગ્યો છે જેથી હાલ જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ગુલાબી ઈયળ આવતા ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળ્યા

પોરબંદરજિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થતું હતું પરંતુ કંપાસમાં ગુલાબી ઈયળ આવતા ચાલુ વર્ષે મોટાભાગના ખેડૂતોએ કપાસના વાવેતરને તિલાંજલી આપી મગફળીના વાવેતર તરફ ખેડૂતો વળ્યા છે ત્યારે મગફળીના પાકમાં મુંડો આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાના વારો આવ્યો છે. પોરબંદર જિલ્લામાં ગત વર્ષ 17,830 હેક્ટર કપાસનું વાવેતર હતું અને 6900 હેક્ટર મગફળીનું વાવેતર હતું. જે ઘટીને ચાલુ વર્ષે 7755 હેક્ટર કપાસનું વાવેતર થયું અને 72,105 હેક્ટર મગફળીના વાવેતરમાં વધારો થયો છે. આમ, ચાલુ વર્ષે મગફળીના વાવેતરમાં 65,105 હેક્ટરનો વધારો નોંધાયો છે.

મગફળીના બિયારણમાં લેસન્ટા નામની દવા ભેળવેલ

મગફળીનુંવાવેતર કર્યું ત્યારે લેસન્ટા નામની દવા ભેળવેલી. દવાથી પાકમાં મુંડો આવે તેવું કહી કંપની દ્વારા એગ્રોમાં દવાનું વેચાણ કરવામાં આવતું હતું પણ રીઝલ્ટ મળતા કંપનીના હેલ્પલાઈન નંબરમાં સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે સરકારે મન્યતા આપી નથી, અન્ડર પ્રોસેસ છે. ખેડૂતોની માંગ છે એટલે આપીએ છીએ. આમ કંપની દ્વારા દવા પધરાવી નફા માટે ખેડૂતો સાથે છેતરપીંડી થાય છે અને પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.

ખેડૂતને પાકમાં મુંડો પડતા 5 થી 6 વીઘાના પાકમાં સુકો આવ્યો

રાણાવાવમાંપાંવની ખીમવાડી વિસ્તારમાં આવેલ પ્રતાપભાઈ ખીસ્તરીયાની જમીનમાં 60 વીઘા મગફળીનું વાવેતર કરેલ છે, પરંતુ છેલ્લા 10 થી 12 દિવસો દરમિયાન પાકમાં મુંડો આવતા પાક ઉભડક થવા લાગ્યો છે અને 5 થી 6 વીઘાના પાકમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.

પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે થોડા દિવસો દરમિયાન પાકમાં મુંડો પડતા ખેડૂતોને વીઘે અડધોઅડધ નુકસાન વેઠવું પડશે. એક વીઘામાં 30 કિલો બિયારણનું વાવેતર માટેનો ખર્ચ 3 હજાર તેમજ ખાતર દવા છંટકાવનો ખર્ચ 1500 અને મજુરી ખર્ચ ગણીને કુલ 7 થી 8 હજારનો ખેડૂતને ખર્ચ આવે છે તેની સામે 20 હજારની આસપાસ ઉત્પાદન થાય છે પરંતુ ચાલુ વર્ષે પાકમાં મુંડો આવતા ખેડૂતને અડધોઅડધ નુકસાન વેઠવું પડશે. પરીણામે દેવામાં પણ વધારો થશે જેથી દેવામાં ડૂબેલા જગતના તાતને આત્મહત્યા જેવી સ્થિતિ નિમાર્ણ થશે.

ચોમાસાનો વરસાદ પડતા ખેડૂતોએ 35 દિવસ પહેલા મગફળીનું વાવેતર કર્યું પણ છેલ્લા 10 દિવસથી પાકમાં મુંડો પડતા મગફળીના પાકમાં મુંડો જમીનમાં પોલાણ કરે છે અને મગફળીના મુળને કાપી નાખે છે જેથી દિવસે ને દિવસે મગફળીનો પાક સુકાવા લાગ્યો છે.

મગફળીના પાકમાં મુંડો પડતા ખેડૂતોને અડધોઅડધ નુકસાન થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો