તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લાયઓવર ઉપરથી પથ્થર પડતા બે વ્યક્તિને ઈજા થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાનરસંગ ટેકરી નજીક સ્પ્લીટ ફ્લાય ઓવરની કામગીરી છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચાલી રહી છે. કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોય જેને કારણે લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. આજે ફ્લાયઓવર ઉપરથી પથ્થર પડતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. કામગીરીમાં બેદરકારીને લઈને ઘટના સર્જાઈ હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું હતું. પોરબંદરના બાયપાસ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ફ્લાયઓવરની કામગીરી ચાલી રહી છે. જો કે મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. પુલની કામગીરી દરમિયાન બીમ પડવાના બનાવો બે વખત બન્યા હતા આજે સવારના સમયે પુલ ઉપરથી એક મોટો પથ્થર પડતા રાજેન્દ્રસિંહ અને દીપકભાઈ નામના બે યુવાનોને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો