તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓની ઉગ્ર રજૂઆત બાદ સુતારવાડામાં સફાઈ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરશહેરના હાર્દસમા વિસ્તાર સુતારવાડા કે જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓની દુકાનો આવેલી છે વિસ્તારમાં પણ ઠેકઠેકાણે ખાડા અને કાદવ કીચડ જોવા મળે છે અને વેપારીઓને ચાલવું મુશ્કેલ બન્યું હતું. પીડાથી ત્રસ્ત બનેલા વેપારીઓએ અવારનવાર નગરપાલિકાને રજૂઆતો કરી હતી તેમ છતાં કોઈ કામગીરી નહીં થતાં સ્થળ ઉપર પાલિકાના ઉપપ્રમુખ સરજુભાઈ કારીયા અને ચીફ ઓફિસર આર.જે. હુદડને બોલાવીને રજૂઆત કરી હતી. જો કે પાલિકાના શાસકોએ પણ બે-ત્રણ દિવસમાં સફાઈ થઈ જશે તેવી હૈયાધારણા વેપારીઓને આપી હતી અને આજે પાલિકાએ સુતારવાડા વિસ્તારમાંથી કાદવ-કીચડ દૂર કરવા ઉપરાંત ગટરોની સફાઈ હાથ ધરી હતી. પાલિકાના ઉપપ્રમુખ સરજુભાઈ કારીયા અને ચીફ ઓફિસર આર.જે. હુદડની સુચનાથી પાલિકાના સેનીટેશન વિભાગના વિનોદભાઈ અગ્રાવત અને તેમની ટીમ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી અને 7 ટ્રેક્ટર જેટલો કાદવ કીચડ અને કચરો ગટરમાં કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો