તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોરઠી નદીના પુલનો રોડ બેસી જતાં ભય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ પડ્યો હતો જેમાં સોરઠી નદી ઉપરનો પુલ 6 મહિના પહેલા લાખો રૂપીયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ પુલ ઠેકઠેકાણે બેસવા લાગ્યો છે અને પુલની રેલીંગમાં પણ તિરાડો પડવા લાગી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પુલનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.

પોરબંદર જિલ્લામાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ પડ્યો હતો જેથી સોઢાણા ગામને પાદરમાં આવેલો સોરઠી નદીમાં 6 મહિના પહેલા કરોડોને ખર્ચે પુલ બનાવવામાં આવ્યો હતો જેમાં વધારે વરસાદને કારણે પુલની દિવાલમાં તિરાડો પડવા માંડી છે. પુલ ઉપર તથા પુલથી નીચે ઉતરતા રોડ જમીનની નીચેના ભાગે પુલ બેસી ગયો છે અને પુલની દિવાલોમાં તિરાડ પડવાને કારણે લોકોને કોઈ અકસ્માત થાય તેનો ભય સતાવી રહ્યા છે. પુલના રોડ તથા દિવાલનું સમારકામ કરવામાં આવે તેની લોકોમાં માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, કરોડોનાં ખર્ચે બનાવેલ પુલનો રોડ થોડા એવા વરસાદથી બેસી જતાં તપાસની માંગ ઉઠવા પામી છે.

પુલની રેલીંગની દિવાલોમાં તિરાડ પડી : અકસ્માત પહેલા મરામતની માંગ

માત્ર 6 મહિના પહેલા બનાવેલ સોરઠી નદીનાં પુલનો રોડ થોડા એવા વરસાદથી બેસી જતાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ. તસ્વીર- જીતુ કારાવદરા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો