તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં યજ્ઞોપવિતધારણ તથા શાસ્ત્રોક્ત વિધી યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં યજ્ઞોપવિતધારણ તથા શાસ્ત્રોક્ત વિધી યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંબ્રાહ્મણ સમાજના મહાનપર્વ એટલે શ્રાવણ માસ દરમિયાન નૂતન યજ્ઞોપવિત ધારણવિધી તથા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધીનું આયોજન કરાયું છે. બ્રાહ્મણ સમાજ દ્વારા આગામી તા. 18 ઓગષ્ટના સાન્દીપનિ વિદ્યાનિકેતન ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞોપવિત, સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધીનું આયોજન કરાયું છે. જેમાં દેહશુદ્ધિ સંકલ્પ, દશવિધી સ્નાન, દેવતર્પણ, ઋષિતર્પણ, સર્વે પિતૃતર્પણવિધી બાદ નૂતન યજ્ઞોપવિત જનોઈ ધારણ વિધી સહિતના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમમાં સાન્દીપનિ ઋષિકુમારો, આચાર્યો, પ્રાધ્યાપકો વગેરે ઉપસ્થિત રહેશે. શાસ્ત્રોક્ત વિધી સાન્દિપનિ વિદ્યાનિકેતનના વિદ્વાન શાસ્ત્રી પ્રવિણભાઈ પંડ્યાજી આચાર્યપદે બિરાજશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો