તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોખીરા અને માધવપુરમાં દારૂ સાથે બે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાબોખીરા વિસ્તારમાં રહેતા શખ્સને પોલીસે આદિત્યાણા નજીક વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. બોખીરા કે.કે. નગરમાં રિદ્ધિ-સિદ્ધિ હોલ સામે રહેતો કિશન ઉર્ફે કારા બોખીરીયા પોતાના બાઈકમાં દારૂની 12 બોટલ લઈ આદિત્યાણા રોડ ઉપર ખડીમાટીના કારખાના પાસેથી નીકળ્યો ત્યારે પોલીસે તેને પકડી 12 બોટલ સહિત મોટરબાઈક 44,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શખ્સની પુછપરછ દરમિયાન દારૂનો જથ્થો તેને કાટવાણાના રબારીકેડામાં રહેતા મેરામણ ગોગન રબારીએ પૂરો પાડ્યાની કબુલાત કરતા તેની સામે પણ પોલીસે ગુન્હો નોંધ્યો હતો. તે ઉપરાંત માધવપુરની ભુદર સીમમાં રહેતો દિનેશ રામા રાણાવાયાને વ્હીસ્કીની બોટલ, કિં. રૂા. 300 ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો