તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાભાવી યુવાનોએ સારવાર માટે ખસેડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેવાભાવી યુવાનોએ સારવાર માટે ખસેડ્યાપોરબંદરશહેરમાં અનેક ઠેકાણે ગટરોના ખૂલ્લા ખાડા જોવા મળી રહ્યા છે જેને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આજે રેલ્વેસ્ટેશન નજીક આવેલા ગટરના ખાડામાં બે વ્યક્તિઓ ખાબક્યા હતા જો કે તેમને બહાર કાઢીને સેવાભાવી યુવાનોએ સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે ખસેડ્યા હતા.

પોરબંદરના રેલ્વે સ્ટેશનના બીજા ગેઈટ નજીક ભીડભંજન મહાદેવના મંદિર પાસેથી ઘણા લાંબા સમયથી ગટરનો ખૂલ્લો ખાડો જોવા મળી રહ્યો છે. મસમોટો ખૂલ્લો ખાડો રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી પૂરવાર થઈ રહ્યો છે. આજે મોડી સાંજે અહીંથી પસાર થતા બે વ્યક્તિઓ ખૂલ્લા ખાડામાં ખાબક્યા હતા. અંગેની જાણ થતાં કેટલાક સેવાભાવી યુવાનો તાત્કાલીક દોડી ગયા હતા અને બન્ને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. તેમને નાની-મોટી ઈજા થતાં સારવાર માટે તાત્કાલીક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડીને માનવતા દાખવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો