તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સોઢાણા, સીમર, ખાંભોદર સહિતની પ્રાથમિક શાળાએ ભાગ લીધો

સોઢાણા, સીમર, ખાંભોદર સહિતની પ્રાથમિક શાળાએ ભાગ લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોઢાણા, સીમર, ખાંભોદર સહિતની પ્રાથમિક શાળાએ ભાગ લીધો

એજ્યુકેશન રીપોર્ટર. સોઢાણા

પોરબંદરનજીક આવેલા સોઢાણા ગામે વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેર સુપ્રિમ કાઉન્સીલ-પોરબંદરના માર્ગદર્શન હેઠળ ચાલતી સોઢાણા, સીમર, ફટાણા, ખાંભોદર, ગરેજ અને ટુકડા એમ 6 શાળાઓના 90 જેટલા વિદ્યાર્થીઓએ સોઢાણા ગામે યોજાયેલ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. બાળકો દ્વારા તૈયાર કરાયેલી 60 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મુકવામાં આવી હતી.

મહેર સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ 6 ગામમાં કાર્યરત શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટસ બનાવવામાં આવ્યા હતા અને પ્રોજેક્ટસનું પ્રદર્શન સોઢાણા ગામે રખાયું હતું. વિજ્ઞાન મેળાનું ઉદઘાટન સ્વ. શ્રી જેતાભાઈ કારાવદરાના ધર્મપત્નિ દેવીબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સોઢાણા તેમજ આસપાસના ગામમાંથી વાલીઓ તથા બાળકો વિજ્ઞાનમેળાને નિહાળવા માટે આવ્યા હતા. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ ડો. એ.આર. ભરડા, ભીખુભાઈ ચાવડા તથા મેહુલભાઈ થાનકી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે બાળકોની કળા અને મહેનતને બિરદાવી હતી. વિજ્ઞાનમેળામાં ભાગ લેનાર છાત્રોને નાસ્તો તેમજ પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા. અવસર પર સોઢાણા ગામના સરપંચ અરભમભાઈ કારાવદરા, આગેવાન દેવશીભાઈ કારાવદરા તથા અડવાણાના આચાર્ય અરજનભાઈ ઓડેદરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...