• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ડિગ્રી કે મેડલો નહીં પરંતુ જીંદગીના અનુભવો કારકિર્દી માટે ઉપયોગી છે

ડિગ્રી કે મેડલો નહીં પરંતુ જીંદગીના અનુભવો કારકિર્દી માટે ઉપયોગી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર. પોરબંદર

પોરબંદર શહેરની વી.જે. મોઢા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વી.જે. મોઢા કોલેજના 11 મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ચોપાટી નજીક આવેલ તોરણ ટુરીસ્ટ બંગલાના મેદાનમાં યોજાયેલ વાર્ષિકોત્સવ નિમીતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં મોઢા કોલેજના થનગનતા યુવક-યુવતીઓએ એક-એકથી ચડીયાતા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં કોલેજના બી.સી.એ., બી.એસ.સી., બી.બી.એ., બી.એસ.ડબલ્યુ., એમ.એસ.સી. આઈ.ટી., એમ.એસ.સી. કેમેસ્ટ્રી, એમ.કોમ. અને પી.જી.ડી.સી.એલ. સહિતની ફેકલ્ટીમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.પી. મૈયાણીએ એવું જણાવ્યું હતું કે વી.જે. મોઢા કોલેજમાં માત્ર અધ્યાપન કાર્યથી પુસ્તકીયું જ્ઞાન અપાતું નથી પરંતુ અનેકવિધ સહઅભ્યાસીક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર થતું હોવાનું જણાવી ડીગ્રી કે ગોલ્ડમેડલ નહીં પરંતુ જીંદગીના અનુભવો કારકિર્દી માટે ઉપયોગી નીવડતા હોવાનું ઉમેર્યું હતું.