પોરબંદર જિલ્લાની 3 નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર
છાંયા પાલિકાની 28 બેઠકો માટે 16 બેઠક ભાજપને મળી હતી. આજે પ્રમુખપદની વરણી કરવામાં આવી હતી. જેમાં છાંયા પાલિકાના ગીતાબેન ગોસ્વામીને પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું. જ્યારે અગાઉ પ્રમુખ રહી ચૂકેલા જીવાભાઇ ભુતિયાને ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું હતું. તેમજ કુતિયાણાની વાત કરીએ તો છેલ્લા 18 વર્ષથી પાલિકા ઉપર ભાજપનું શાસન હતું. પરંતુ 18 વર્ષ બાદ આ વખત પાલિકાની ચૂંટણી યોજાઇ હતી અને ભાજપ એન.સી.પી. વચ્ચે જંગ જામ્યો હતો. પરંતુ કુતિયાણાની 24 બેઠકોમાંથી 19 બેઠક ભાજપએ મેળવી હતી. કુતિયાણા પાલિકાના પ્રમુખ પદએ અગાઉથી જ નક્કી હોય તેમ ઢેલીબેન ઓડેદરાને પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું.
જ્યારે ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ લીલાભાઇ ઓડેદરાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાણાવાવમાં એન.સી.પીએ ભાજપને પછાડી 28 બેઠકોમાંથી 16 બેઠક મેળવી પાલિકા ઉપર કબ્જો મેળવ્યો હતો. અને આજે પ્રમુખપદની વરણી કરવામાં આવી હતી ઓસમાણ નાઇને પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું અને જેઠાભાઇ શામળાને ઉપપ્રમુખ તરીકે પદ આપવામાં આવ્યું હતું. પ્રમુખપદ આપ્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખને લોકોએ ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. ભાજપના કાર્યકર ભોજા કાના ખુટી ભાજપ છોડી કોંગ્રેશમાં જોડાયા હતા અને પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી વિજેતા થયા હતા.