• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સીટી બસ તૈયાર છે પણ મંજૂરીના વાંકે નગરજનો સુવિધાથી જ વંચીત

સીટી બસ તૈયાર છે પણ મંજૂરીના વાંકે નગરજનો સુવિધાથી જ વંચીત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નગરપાલિકા દ્વારા આગામી 25 દિવસમાં 7 અદ્યતન સુવિધાથી સજ્જ થયેલ સીટી બસની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સીટી બસ તૈયાર છે પણ માત્ર સરકારની મંજુરીના વાંકે નગરજનો સુવિધાથી વંચીત હોવાનું જાણવા મળ્યું હતું.

પોરબંદર શહેરમાં છેલ્લા 18 વર્ષ પહેલા સીટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ઈ.સ. 1999 માં માજી સૈનિક સહકારી મંડળી સંચાલીત કારગીલ પરિવહન પ્રાઈવેટ લીમીટેડ કંપની-જામનગર દ્વારા સીટી બસની સુવિધા સુદામા નગરીમાં ઉપલબ્ધ કરવામાં આવી હોવાના કારણે નગરજનોએ 17 વર્ષ સુધી સીટી બસની સુવિધાનો લાભ લીધો હતો. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાનગરીમાં દેશ-વિદેશના અનેક પર્યટકોની અવરજવર રહેતી હોય છે ત્યારે કીર્તિમંદિર, સુદામામંદિર, રમેશભાઈ ઓઝાની કર્મભૂમિ સાન્દીપનિ વિદ્યાનિકેતન સહિતના વિવિધ ધાર્મિક અને પર્યટનના સ્થળો ઉપર પ્રવાસીઓ પણ સીટી બસનો લાભ લઈ રહ્યા હતા. અને વિદ્યાર્થીઓ સહિત નગરજનોને સીટી બસની સુવિધાથી અવરજવરમાં ખૂબ જ સરળતા રહેતી હતી.

પરંતુ છેલ્લા સવા વર્ષ પહેલા કોઈ કારણોસર એકાએક સીટી બસની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. અને આ બસો પૈકી અમુક બસો છાંયા વિસ્તારમાં આવેલ રોડ ઉપર ભંગાર હાલતમાં ફેરવાયેલ બસો ધૂળ ખાઈ રહી હતી. સીટી બસની સુવિધા ઉપલબ્ધ કરવા બાબતે નગરજનો સહિત અનેક લોકોની અવારનવાર માંગ ઉઠવા પામી હતી. આમ વારંવાર રજૂઆતના પગલે અંતે ફરીથી નગરપાલિકા દ્વારા સીટી બસો ચાલુ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી આગામી 25 દિવસમાં 7 અદ્યતન સુવિધા ધરાવતી સીટી બસની સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે ત્યારે નગરજનો સહિત વિદ્યાર્થીઓ અને પૂ. મહાત્મા ગાંધીજીની ભૂમિમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને અવરજવર માટે સીટી બસની સુવિધાનો લાભ મળી રહેશે. હાલ બસ તૈયાર થઈ ગઈ છે પરંતુ સરકારની મંજુરીના વાંકે નગરજનો સુવિધાથી વંચીત હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ટિકીટના દર કેવી રીતે નક્કી થશે ?
અન્ય સમાચારો પણ છે...