પોરબંદરમાં ઝુંડાળા જતા રસ્તા પર મસમોટા ખાડા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં ભૂગર્ભગટરની લાઈન નાખવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં ચેમ્બર બનાવવાની કામગીરી ચાલતી જોવા મળી રહી છે અને ચેમ્બર બનાવવા માટે અનેક વિસ્તારોમાં રસ્તાની મધ્યે વચ્ચે ખાડાઓ ખોદી ચેમ્બરો અને પોઈન્ટ મૂકવાની કામગીરી ચાલી રહી છે. બે-બે મહિનાઓ પહેલા ખાડાઓ ખોદવામાં આવ્યા પરંતુ આજદિન સુધી કામગીરી પૂર્ણ થઈ હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આવા બે ખાડાઓ છે શહેરમાં મહેર સમાજની બિલ્ડીંગથી ઝુંડાળા તરફ જતાં રસ્તા પર કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાની બન્ને બાજુ ભૂગર્ભગટરના કામ માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે અને આમ પણ રસ્તો આખો દિવસ ટ્રાફીકથી ધમધમતો હોવાથી અનેકવાર બાઈક અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...