તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં મચ્છરજન્ય રોગોથી બચવા જણાવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઆરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોથી બચવા માટે અપીલ કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, મેલેરીયા, હાથીપગા સહિતના મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે, જેથી આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોથી બચવા માટે તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પીવાના તથા ઘરવપરાશના પાણી ભરેલા ટાંકાને હવાચુસ્ત ઢાંકણા અથવા કપડાની બાંધવા, સમયસર યોગ્ય રીતે સાફસફાઈ કરવા, કુલર, ફૂલદાની, સીમેન્ટરની ટાંકીઓના પાણીને ચાર દિવસે ખાલી કરવાનું માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત મેલેરીયાના નિયંત્રણ માટે મચ્છરના ઉત્પતિ સ્થાનોનો નાશ કરવા, વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરવા વગેરે વિશે માહિતી અપાઈ હતી તેમજ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવવો, શરીરમાં કળતર, માથાનો દુ:ખાવો, ઉલ્ટી, બેચેની, શરીરમાં નબળાઈ તથા પરસેવાની અવસ્થા સહિતના લક્ષણો જણાય તો તાત્કાલીક આરોગ્ય કર્મચારી પાસે તપાસ કરાવવા જણાવાયું છે.

મચ્છરથી બચવા શું કરવું

ચોમાસાદરમિયાન મચ્છરથી બચવા દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, રીપેલેન્ટનો ઉપયોગ કરવો, સંધ્યા સમયે બારી-બારણા બંધ કરવા, શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો વગેરે તકેદારી રાખવા જણાવાયું હતું.

પોરબંદર શહેરમાં મેલેરીયાના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પતિ અટકાવવા માર્ગદર્શન અપાયું

અન્ય સમાચારો પણ છે...