તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં સીઝનનો સરેરાશ 29 ટકા વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરસહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 થી 17 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. પોરબંદર શહેર અને જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો જે જોતા એવું લાગતું હતું કે, ધોધમાર વરસાદ પડશે પરંતુ દિવસ દરમિયાન માત્ર ઝાપટાં પડ્યા હતા જેને પગલે કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સીઝનનો સરેરાશ વરસાદ 29 ટકા જેટલો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા વરસાદી આગાહીને લઈને અધીકારીઓ અને કર્મચારીને હેડ ક્વાર્ટર છોડવાના આદેશો આપ્યા છે. પોરબંદર જિલ્લામાં થોડા સમય પહેલા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો પરંતુ પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે તેમજ પવનની ઝડપ પણ વધારે છે આથી વરસાદ પડતો નથી. પોરબંદર શહેર સહિત આસપાસના વિસ્તારમાં બે દિવસથી વરસાદી ઝાપટા પડ્યા હતા અને નોંધનીય વરસાદ નોંધાયો હતો. પોરબંદરમાં જુન માસથી વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. ચોમાસાની સીઝનને 25 દિવસ જેટલો સમય થઈ ગયો છે. 25 દિવસમાં પોરબંદર તાલુકામાં સરેરાશ 34 ટકા, રાણાવાવમાં 30 ટકા તેમજ કુતિયાણામાં 23 ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો. પોરબંદર તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો ત્યારે થોડા દિવસથી વરસાદી વાતાવરણને લઈને હવામાન ખાતા દ્વારા વરસાદી આગાહીને લઈને અધીકારીઓ ને હેડ ક્વાર્ટર છોડવાના આદેશો આપ્યા છે.

વરસાદની આગાહીને લઈ અધીકારી, કર્મીઓને હેડ ક્વાર્ટર છોડવા આદેશ

અન્ય સમાચારો પણ છે...