તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાંથી યુવાન અને રાણાવાવમાંથી યુવતી ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનારોકડીયા હનુમાન મંદિર પાછળ શીતલપાર્કમાં રહેતા કારૂગર ઉર્ફે વિપુલ નારણ ગોંસાઈ (ઉ. વર્ષ 35) નામનો યુવાન તા. 5/7/2017 ના રોજ ગુમ થયેલ હોય, અથવા અપહરણ થયું હોવાની ઉદ્યોગનગર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે. વિપુલભાઈનો બાંધો પાતળો, ઉંચાઈ 5.6 ફૂટ, વાન ઘઉંવર્ણો પોતાના ઘરેથી ગુમ થયેલ છે. વિપુલભાઈ ગુજરાતી ભાષા જાણે છે તેમજ તેમણે પેન્ટ અને શર્ટ પહેરેલ છે. વ્યક્તિ નજીકના પોલીસ મથકે જાણ કરવા જણાવ્યું છે. તે ઉપરાંત રાણાવાવના મજીઠીયા સ્કૂલ સામે રહેતી જીનલબેન જયસુખભાઈ રાયચુરા (ઉ. વર્ષ 19) નામની યુવતી તા. 6/7/17 ના રોજ પોતાના ઘરેથી ગુમ થયેલ છે અથવા અપહરણ થયું હોવાની રાણાવાવ પોલીસ દફતરે ફરિયાદ નોંધાયેલ છે. જીનલબેનનો બાંધો સાધારણ, ઉંચાઈ 5.3 ફૂટ, વાન ઘઉંવર્ણો અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. જીનલબેને કાળા રંગનું જીન્સ પેન્ટ, ગુલાબી શર્ટ અને કાળા રંગની કોટી પહેરેલ છે. યુવતીની જાણ થાય તો નજીકના પોલીસસ્ટેશને જાણ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...