તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GSTના કાયદાને લઈ10 દિ\'થી બંધ યાર્ડ સોમવારથી ધમધમશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા જી.એસ.ટી. નો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે જેને લઈને વિવિધ વ્યવસાયીકો મુશ્કેલીમાં મુકાયા છે, પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં જાહેર હરરાજીથી માલની ખરીદી કરતા વેપારીઓ પણ મુંઝવણમાં મુકાયા હતા. માલની ખરીદી કર્યા બાદ કઈ રીતે બિલ ઉધારવા તે સહિતની વિગતો જી.એસ.ટી. ને લઈને વેપારીઓ પાસે હતી. જેને કારણે છેલ્લા 10 દિવસથી પોરબંદર માર્કેટીંગ યાર્ડના 29 થી પણ વધુ વેપારીઓએ જાહેર હરરાજીથી ખરીદી બંધ કરી દેતા લાખો રૂપીયાનું ટર્ન ઓવર ઠપ્પ થઈ ગયું હતું.

હવે જી.એસ.ટી. ને લઈને વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શનિવારે વેપારીઓની એક બેઠક યોજાશે અને ત્યારબાદ સોમવારથી વેપારીઓ દ્વારા જાહેર હરરાજીથી માલની ખરીદી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં જાહેર હરરાજીથી માલ ખરીદવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું જેને પગલે માર્કેટીંગ યાર્ડ સુમસામ જણાતું હતું. માત્ર શાકભાજી અને ફ્રૂટની હરરાજી કરવામાં આવતી હતી. હવે વેપારીઓને જી.એસ.ટી. ને લઈને માર્ગદર્શન આપવામાં આવતા તેમની મુંઝવણ દૂર થઈ છે.

વેપારીઓને GSTના કાયદાની માહિતી હતી : શનિવારે વધુ એક બેઠક

અન્ય સમાચારો પણ છે...