• Gujarati News
  • કુતિયાણામાં સગીરનું અપહરણ થયાની ફરિયાદ

કુતિયાણામાં સગીરનું અપહરણ થયાની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનજીકના મહોબતપરા ગામેથી 15 વર્ષના સગીરનું અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ થયું હોવાની ફરિયાદ લીરીબેન રામભાઈ ઓડેદરાએ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. કુતિયાણાના મહોબતપરામાં રહેતા લીરીબેન ઓડેદરાના પુત્ર ભાવેશ ઉર્ફે રામદે (ઉ. વર્ષ 15) નું કોઈ અજાણી વ્યક્તિ તેમાં સગીર વયના વાલીપણામાંથી કોઈ કારણોસર અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેથી પોલીસે ફરિયાદ નોંધી અપહરણ કરનારની શોધખોળ હાથ ધરી છે.