તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બેટી બચાવો અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં 31 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો

બેટી બચાવો અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં 31 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |સરકાર દ્વારા બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પોરબંદરમાં પી.એન.ડી.ટી. કમીટી તથા ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત બેટી બચાવો-બેટી વધાવો થીમ ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 31 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દીકરી મારી લાડકવાયી, દીકરી તું સાપનો ભારો નહીં તુલસીનો ક્યારો જેવા સંવાદો સાથે કોલેજની વિદ્યાર્થીનીઓએ બેટી બચાવો અંતર્ગત રજૂ કરેલા વક્તવ્ય થી સૌ કોઈની આંખોની પાંપણ ભીની થઈ ગઈ હતી. કાર્યક્રમમાં પી.એન.ડી.ટી. કમીટી ના ચેરપર્સન સુરેખાબેન શાહ, ઘનશ્યામભાઈ મહેતા, રવિભાઈ જોષી તેમજ ગાયત્રી પરિવારના મહેન્દ્રભાઈ ઝાલા, સુરેશભાઈ થાનકી અને ક્રિષ્નાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...