તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોપીંગ સેન્ટરનું લોકર્પણ થયું નથી પહેલાં ખંઢેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં પેરેડાઈઝ સિનેમા સામે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોપીંગ સેન્ટરની બિસ્માર હાલત થઈ છે, હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી છતાં દયનીય હાલત બની ગઈ છે.શહેરમાં પેરેડાઈઝ સિનેમા સામે નગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમય પહેલા બનાવવામાં આવેલ શોપીંગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી તેમ છતાં ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે. કામ નબળું થયેલ હોવાના કારણે શોપીંગ સેન્ટર જર્જરીત બની ગયું હોવાના આક્ષેપો થયા હતા. મુતરડીઓમાં લાદી પણ ઉખડી ગઈ હોય, ઈલેક્ટ્રીક વાયરોનું નામનિશાન જોવા મળતું નથી. અમુક દુકાનોના શટર તૂટી ગયા હોય ત્યારે લોકાર્પણ પહેલા આવી હાલત થઈ છે. નગરપાલિકાની બેદરકારીના કારણે શોપીંગ સેન્ટરની બિસ્માર હાલત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...