તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોસ્ટઓફિસ રોડ પર મસમોટા ખાડા તંત્રનાં ધ્યાને નથી આવતા

પોસ્ટઓફિસ રોડ પર મસમોટા ખાડા તંત્રનાં ધ્યાને નથી આવતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરહેડ પોસ્ટઓફિસ રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ત્યારે ખાડામાં અકસ્માતનો બનાવ બને તે પહેલા રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી રહી છે.

પોરબંદર શહેરમાં ભૂગર્ભગટરની કામગીરી અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રસ્તાઓમાં આડેધડ ખોદકામ કરવામાં આવતું હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર ‘આંખ આડા કાન’ કરી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. રસ્તાઓમાં મસમોટા ખાડાને લઈ અવારનવાર અકસ્માતોના બનાવો પણ બન્યા છે ત્યારે હેડ પોસ્ટઓફિસના રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે જેથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. રસ્તા વચ્ચે ખાડા તેમજ પથ્થર જોવા મળી રહ્યા છે અને ખાડાને લઈને અંધારામાં કોઈ મોટી જાનહાનિ બને તે પહેલા રસ્તાના ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

પોસ્ટઓફિસ રોડ પર મોટા ખાડા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.

રસ્તા પર મસમોટા ખાડા પડ્યા

મોટા અકસ્માતના બનાવ બને તે પહેલા સમારકામ કરવા લોકમાંગ

અન્ય સમાચારો પણ છે...