પોરબંદર | મહેર સુપ્રિમ કાઉન્સીલ પોરબંદરની સ્વતંત્ર પાંખ શ્રી મહેર
પોરબંદર | મહેર સુપ્રિમ કાઉન્સીલ પોરબંદરની સ્વતંત્ર પાંખ શ્રી મહેર સોશ્યલ ગૃપ-પોરબંદર દ્વારા મહેર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે તા. 25/12 રવિવારના રોજ સવારે 8 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ચોપાટી ખાતે રમતોત્સવ યોજવામાં આવેલ છે. સ્પર્ધા એન્ટ્રી મોકલવાની તારીખ અને સ્થળ તા. 18/12 રવિવાર સુધીમાં વ્યવસ્થાપક વિરમભાઈ ઓડેદરા, શ્રી મહેર જ્ઞાતિ ભવન, માલદે રાણા માર્ગ, ઝુંડાળા, ખાતે રૂબરૂ કે ટપાલથી પહોંચતી કરવાની રહેશે.