તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કીડીવાવમાં રાજ્યક્ક્ષાની જુડો સ્પર્ધા, પ્રથમ દિ’એ 198 સ્પર્ધકો

કીડીવાવમાં રાજ્યક્ક્ષાની જુડો સ્પર્ધા, પ્રથમ દિ’એ 198 સ્પર્ધકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલમહાકુંભ-૨૦૧૬ અંતર્ગત રાજ્યકક્ષાની જૂડો સ્પર્ધાનો સીમાર (કીડીવાવ) વિનોબા વિદ્યામંદીર ખાતે પ્રારંભ થયો છે. જેમાં રાજ્યભરમાંથી અન્ડર-૧૪ વિભાગમાં ૧૯૮ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ૨૮ બહેનો વિજેતા થતા મહાનુભવોનાં હસ્તે મેડલ, પ્રમાણપત્ર અને ટ્રેકશુટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

જૂડો સ્પર્ધામાં પ્રથમ પંચાલ બીજલ મયંકભાઇ (રાજકોટ) નાધેરા અંકીતા(નડીયાદ), ભીલ નેહા મહેસાણા) રાણા અક્ષા(અમદાવાદ), દ્રીતીય સથવારા સ્વીટી નટવરભાઇ (મહેસાણા), નાઘેરા અર્ચના(રાજકોટ) દરજાહ મુશ્કાન (દ્વારકા) બામણીયા આરતી(ગીર-સોમનાથ), તૃતીય શાહ હેલી મિતેષભાઇ(વડોડરા), ગોઢાણીયા વૃતી બાલુભાઇ(પોરબંદર), રાણા ભુમિકા(અમદાવાદ), દરજાહ મહેક(દ્વારકા) બામણીયા ચંદ્રાવતી(રાજકોટ) સહિત વિવિધ કેટેગરીની કુલ ૨૮ બહેનો વિજેતા થઇ હતી. 4 ડિસેમ્બર સુધી યોજાનાર રાજ્યકક્ષાની જૂડો સ્પર્ધામાં અંન્ડર-૧૪, અન્ડર-૧૭ અને ઓપનએઇઝ ભાઇ-બહેનો ભાગ લઇ તેઓનું કૈાવત બતાવશે.

અન્ડર-14 વિજેતા 28 બહેનોને મેડલ અર્પણ કરાયા

અન્ય સમાચારો પણ છે...