તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ મકાનમાંથી સોના સહિત 83 હજારના મુદ્દામાલની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાસેવા સદન-2 ની પાછળ આવેલ ગવર્મેન્ટ કોલોનીમાં રહેતા જેઠાભાઈ વેજાભાઈ મોઢવાડીયા રજાના દિવસો હોવાથી બાળકોને લઈ વડાળા ગયા હતા અને તેમની પત્ની ભોપાલ ટ્રેનીંગમાં ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનના મેઈન દરવાજાના નકૂચા તોડી તસ્કરો ઘરમાં ઘૂસી ઉપરના રૂમમાં લોખંડના કબાટનો લોક તોડી સોનાનો ચેન-1 કિં. રૂા. 30000, ચેઈન નંગ-2 કિં. રૂા. 12000, વીંટી નંગ-2 કિં. રૂા. 6000, રીંગ નંગ 1 કિં. રૂા. 3000, મંગળસુત્ર નંગ-1 કિં. રૂા. 18000 તેમજ નીચેના રૂમમાં રાખેલ લાકડાના કબાટમાં પડેલ રોકડ રૂા. 14,000 સહિત કુલ રૂા. 83,000 નો મુદ્દામાલ ચોરી ગયા હતા. અંગેની જાણ થતા કમલાબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો અને ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતા. શહેરથી દૂર આવેલા વિસ્તારોમાં બંધ મકાનોમાં તસ્કરો ત્રાટકીને મુદ્દામાલની ચોરી કરી જાય છે ત્યારે વધુ એક બનાવ સામે આવતા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

ચોરી કરતી વેળાએ માલસામાનને વેરવિખેર કરી નાખ્યો. તસ્વીર-કે. કે. સામાણી

તસ્કરોએ માલસામાનને વેરવિખેર કરી નાખ્યો

પોરબંદરમાં તસ્કરો ફરી સક્રિય બનતા ચોરીના બનાવમાં વધારો

મકાનમાલિક વડાળા ખાતે ગયા હતા પાછળથી તસ્કરો કળા કરી ગયા

અન્ય સમાચારો પણ છે...