• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વિદ્યાર્થીઓમાં છૂપાયેલી શક્તિ અને તેના વ્યક્તિત્વને ખીલાવવાનું કામ શિક્ષકનું છે

વિદ્યાર્થીઓમાં છૂપાયેલી શક્તિ અને તેના વ્યક્તિત્વને ખીલાવવાનું કામ શિક્ષકનું છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

યુવાપેઢીને ભવિષ્યમાં દ્રઢતાથી પડકારનો સામનો કરવાનો અને દેશ તથા રાષ્ટ્રને ઉચ્ચસ્થાને પહોંચાડવાનું કામ શિક્ષણના માધ્યમથી જ શક્ય બને છે. ત્યારે પોરબંદર શહેરમાં બિરલા હોલ ખાતે લર્નિંગ ટ્રીસ ગ્લોબલ સ્કૂલના દ્વિતિય વાર્ષિકોત્સવ પ્રસંગે યોજાયેલ સમારોહમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા શિક્ષણપ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયાએ એવું જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં પડેલ શક્તિઓ વ્યર્થ ન જાય માટે શિક્ષણ જેવા પવિત્ર કાર્યમાં જોડાયેલા શિક્ષકોએ ધ્યાન દેવું પડશે. વિદ્યાર્થીઓની સંપૂર્ણ શક્તિઓ અને તેના વ્યક્તિત્વને ખીલવવાનું કામ શિક્ષકનું છે. આજે પણ શાળાઓ શિક્ષણ વ્યવસ્થાનો આધારસ્તંભ મનાય છે. એટલે જ શાળાઓમાં ઉત્તમ શિક્ષણ અપાય તે જરૂરી છે. જેનાથી વિદ્યાર્થીઓમાં વિનય, વિવેક, કર્તવ્યનિષ્ઠા અને ઉત્તમ અનુશાસન સાથે દેશનો જવાબદાર નાગરીક બને. શિક્ષકો એવી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે જેનાથી બાળકોમાં ઉંડું ચિંતન, સર્જનાત્મક સક્રિયતા તથા વિચારમંથનનો લગાતાર વિકાસ થતો રહે. આ વાર્ષિકોત્સવને પૂ.ગોસ્વામી વસંતકુમાર મહારાજે દીપ પ્રાગટ્યથી ખૂલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને પાશ્ર્ચાત્ય સંસ્કૃતિને ઉજાગર કરતા નાના ભૂલકાઓએ ડાન્સ, નાટક, દેશભક્તિ આધારીત ગૃપ ડાન્સ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...