• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરના જ્યુબેલી ચાર રસ્તાનો લાઈટ ટાવર શરૂ કરો

પોરબંદર શહેરના જ્યુબેલી ચાર રસ્તાનો લાઈટ ટાવર શરૂ કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ભારતીય કિસાન સંઘે તંત્રને લેખિત રજૂઆત કરી શહેરમાં આવેલ જ્યુબેલી ચાર રસ્તા ખાતે લાઈટ ટાવર તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી.

પોરબંદર શહેરમાં જ્યુબેલી ચાર રસ્તા ખાતે દરરોજ વાહનોની ભારે ભીડ રહેતી હોય છે. આ સર્કલ પરથી બરડા પંથકના 50 થી વધુ ગામોના લોકોની દરરોજ અવરજવર રહે છે અને દ્વારકા-સોમનાથ તરફ જતા લોકોની તેમજ ભારે વાહનોની અવરજવર રહેતી હોવાના કારણે અહીં સર્કલ પણ ન હોવાથી વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે.

જ્યુબેલી ચાર રસ્તા પર રાત્રીના સમય દરમ્યાન વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય સેવાઈ રહેતો હોય છે. જેથી ભારતીય કિસાન સંઘે તંત્રને એક લેખિત રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે જુબેલી સર્કલ પાસે લોકોને લાઇટની સુવિધા મળી રહે માટે ટાવર ઊભો કરવામાં આવ્યો છે અને અહીં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે.

છતાં અત્યાર સુધી કોઈ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી. ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારના તમામ જાહેર જનતાના હિત ખાતર તથા સલામતી અને સુરક્ષા માટે જ્યુબેલી સર્કલ ખાતે ટાવર વહેલી તકે ચાલુ કરવામાં આવે અને લોકોને પ્રકાશની સુવિધા ઉપલબ્ધ થાય તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...