તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થ્રી ફેઈઝ કનેક્શન આપવામાં કૌભાંડ કરાયાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લાના બગવદર સબડીવીઝનમાં 1100 જેટલા નવા થ્રી ફેઈઝ કનેક્શનો મંજુર થયેલ છે. ખેડૂતોએ નવા કનેક્શનનો લાભ લેવા માટે ડ્રીપ ઈરીગેશન (ટપક) અથવા ફૂવારા લાઈન કનેક્શન ફરજીયાત લેવાના હોય છે.

ડ્રીપ ઈરીગેશન ટપક અથવા ફૂવારાની લાઈનના કામકાજ માટે 4 એજન્ટ રાખેલ છે. ત્યારે બગવદર પી.જી.વી.સી.એલ. સબ ડીવીઝનમાં મંજુર થયેલ થ્રી ફેઈઝ કનેક્શન આપવામાં એજન્ટો દ્વારા કૌભાંડ કરાયાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાળુ ગોઢાણીયા દ્વારા કરવામાં આવ્યો હતો. ટપક અથવા ફૂવારાના કામની 500 જેટલી મંજુર થયેલ ગ્રાહકોની ફાઈલમાંથી 350 ગ્રાહકોનું કામ એક એજન્ટને આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે જવાબદારો સામે પગલા લેવા કોંગ્રેસે માંગ કરી છે.

ટપક સિંચાઇ પદ્ધતિની 500 મંજુર ફાઈલમાંથી 350 ગ્રાહકનું કામ એક એજન્ટને અપાયું

અન્ય સમાચારો પણ છે...