શિક્ષકને બદલે ભણાવતો \'તો મજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

પોરબંદરજિલ્લાના ગામડાઓની અમુક શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા માટે ભાડે શિક્ષક રાખતા હોય અને પોતે ગેરહાજર રહેતા હોવાની ફરીયાદો શિક્ષણ સમિતિની બેઠકમાં ઉઠી હતી. જેને પગલે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓએ દરોડા પાડતા કેટલીક સરકારી શાળાઓમાં ચાલતા લોલમલોલનો પર્દાફાશ થયો હતો.

પોરબંદર જિલ્લાના ગામડાઓની અમુક શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા માટે ભાડે શિક્ષક રાખતા હોય અને પોતે ગેરહાજર રહેતા હોવાની ફરીયાદો શિક્ષણ સમિતિની બેઠકમાં ઉઠી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ભીમાભાઈ ઓડેદરાને અંગેની ફરીયાદ મળતા જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા શિક્ષણ અધિકારી ત્રિવેદી, શિક્ષણ સમિતિના રામસીભાઈ કરંગીયા સહિતની ટીમે કુતિયાણા તાલુકાના કટવાણા અને હેલાબેલી ગામની પ્રાથમિક શાળામાં તાત્કાલીક દોડી જઈને દરોડા પાડ્યા હતા.

જેમાં કટવાણા ગામની શાળાના આચાર્ય નારણ ભીમશી ભાટુ છેલ્લા 2 વર્ષથી સતત ગેરહાજર રહેતા હોય તેમજ શાળામાં જ્યારે કાર્યક્રમો હોય ત્યારે હાજરી આપતા હોય છે. અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે મજુર રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક શાળામાં ટીમે દરોડા પાડતા આચાર્ય દ્વારા રાખવામાં આવેલ મજુર રફૂચક્કર થઈ ગયા હતા. ત્યારે શિક્ષણ અધિકારી દ્વારા સતત ગેરહાજર રહેતા આચાર્યની સહીવાળા હાજરીપત્રક એસ.એમ.સી. રજીસ્ટર કબ્જે કર્યા હતા અને ધોરણસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

તો બીજી તરફ કુતિયાણા તાલુકાના હેલાબેલી ગામની શાળામાં પહોંચતા શાળાના ગ્રાઉન્ડમાં શિક્ષકો મીટીંગ ભરીને બેઠેલા નજરે પડ્યા હતા. જ્યારે શાળામાં છેલ્લા ઘણા લાંબા સમયથી સતત ભીમા મોડેદરા ગેરહાજર રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. શાળાના બાળકોએ લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાનું જણાવ્યું હતું ત્યારે શાળાના આચાર્યએ લૂલો બચાવ કરતાં 4 દિવસથી રજા લીધા વગર ગેરહાજર રહેતા હોવાનું જણાવ્યું હતું.

હેલાબેલીના સરપંચના પ્રતિનિધીએ સતત ગેરહાજર શિક્ષકની બદલી કરવા જણાવ્યું

કુતિયાણાતાલુકાના હેલાબેલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ભીમા મોડેદરા વારંવાર ગેરહાજર રહેતા હોવાથી ગામની શાળામાં અભ્યાસ કરતાં બાળકો શિક્ષણથી વંચીત રહે છે ત્યારે આવા શિક્ષકોની બદલી કરાવવા સરપંચના પ્રતિનિધી રામશીભાઈ રાઠોડે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓ આચાર્યને ઓળખતા નથી

કટવાણાગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને પૂછવામાં આવ્યું હતું ત્યારે થોડા બાળકોએ શાળાના આચાર્ય જ્યારે શાળામાં કાર્યક્રમો હોય ત્યારે હાજરી આપે છે તેમજ અમૂક બાળકો તો શાળાના આચાર્યસાહેબને ઓળખતા હોવાનું જાણવા મળ્યું હતું. તસ્વીર- કે. કે. સામાણી

કટવાણા ગામના સરપંચ મોહનભાઈ સોલંકીએ શાળાના આચાર્ય નારણ ભાટુ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવા માટે મજુર રાખ્યાની ફરીયાદ ઘણા લાંબા સમય પહેલા કરી હતી. બાળકોને ભણાવવા માટે મજુર રાખવાથી ગામના બાળકોનું ઉજળું ભવિષ્ય જોખમાતું હોવાનું જણાવ્યું હતું.

કટવાણા ગામના સરપંચે આચાર્ય ભણવા માટે મજુર રાખ્યાની ફરીયાદ કરી હતી

શિક્ષણસમિતીના ચેરમેનને ફરીયાદ મળતાં તાત્કાલિક જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતની ટીમે પાડ્યા દરોડા

કુતિયાણા તાલુકાના કટવાણા ગામની પ્રાથમિક શાળાના આચાર્યે બાળકોને ભણાવવા માટે ભાડે શિક્ષક રાખ્યો

અન્ય સમાચારો પણ છે...