તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ વિસર્જન સમયે સફાઈ - લાઈટની વ્યવસ્થા કરવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલપોરબંદર સહિત દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે પોરબંદરમાં ગણેશ વિસર્જન માટે બનાવેલા રૂટ શહિદચોકથી કસ્તુરબા ગાંધી રોડ, ત્યાંથી સ્ટેટલાઈબ્રેરી રોડ, એસ.ટી. રોડ થઈને વિસર્જન કરવામાં આવે છે. રસ્તા ઉપર તાત્કાલીકના ધોરણે લાઇટ તેમજ સફાઈની વ્યવસ્થા કરવા માટે પોરબંદરના સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટે કલેક્ટરને આવેદન આપ્યું હતું.

પોરબંદર જિલ્લામાં ગણેશ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે અને ધામધૂમથી ગણેશવિસર્જન પણ કરવામાં આવશે તો સમુદ્રની સામે બે હોટેલો તથા ટુરીસ્ટ બંગલાની પાછળના ભાગમાં લાઈટની વ્યવસ્થા કરવી જોઈએ અને વિસર્જન થાય છે ત્યાં બાંકડાની રેલીંગ કરવામાં આવવી જોઈએ જેથી અકસ્માત થવાની ઘટના ના બને, વિસર્જન માટે 50 ટકા પબ્લીક હિન્દુ સ્મશાનના પાછળના રોડ તરફથી જતા હોય છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય વધારે જોવા મળે છે ગણેશોત્સવના વિસર્જનને લઈને પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ સુનિલભાઈ ગોહેલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગણશ વિસર્જન સમયે જાહેર રસ્તા ઉપર ગંદકી હોવાથી શોભાયાત્રા સમયે ભારે દુર્ગંધ જોવા મળતી હોવાથી રજૂઆત કરાઇ છે.

સમસ્ત ખારવા જ્ઞાતિએ કલેક્ટરને આપ્યું આવેદન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો