તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૌટા સબ સેન્ટરમાં કર્મીઓ પર પદાધિકારીઓનો ત્રાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લા પંચાયતના કેટલાક પદાધિકારીઓ દ્વારા ચૌટા સબ સેન્ટરમાં ફરજ બજાવતા એ.એન.એમ. પર માનસિક ત્રાસ અપાતા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

ચૌટા સબ સેન્ટરને તાળાબંધી કરવા તથા માનસિક ત્રાસ અપાતા કર્મચારીઓને નોકરી કરવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થવાથી કર્મચારી મંડળ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી પદાધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી હતી. પોરબંદર જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ચૌટા સબ સેન્ટરમાં ફરજ બજાવતા એ.એન.એમ. ના કર્મચારીઓ ઉપર કેટલાક પદાધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. અગાઉ પણ સબ સેન્ટરમાં પદાધિકારીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. આવી પરિસ્થિતીમાં સબ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને નોકરી કરવામાં ઘણી મુશ્કેલીઓ ઉદભવે છે ત્યારે આરોગ્ય કર્મચારી મંડળ, હોદ્દેદારો, સભ્યો સહિતે પદાધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવાની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને પદાધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચૌટા સબ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ એવુ જણાવ્યું હતુ કે, પદાધિકારીઓ તેઓનાં માનસિક ત્રાસ આપતા હોય જેની અસર કામ પર થતી હોવાથી તાત્કાલીક પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.

પદાધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો