તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • રાજ્ય સરકારે જમીન નહીં ફાળવતા વિમાની સેવા છીનવાઈ : મોઢવાડીયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય સરકારે જમીન નહીં ફાળવતા વિમાની સેવા છીનવાઈ : મોઢવાડીયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં1947 થી વિમાની સેવા શરૂ થઈ હતી જે 26 માર્ચ 2016 ના રોજ બંધ કરી દેવામાં આવી છે. પોરબંદર-મુંબઈ વચ્ચે માત્ર એક ફ્લાઈટ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે પોરબંદરની વિમાની સેવા છીનવાઈ છે. રાજ્ય સરકારે જરૂરીયાત મુજબની જમીન નહીં ફાળવતા પરિસ્થિતી સર્જાઈ છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. પોરબંદરની વિમાની સેવાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, વર્ષ 2008 માં કરોડો રૂપીયાના ખર્ચે નવા એરપોર્ટનું નિર્માણ કરાયું હતું. પરંતુ રન-વે ની લંબાઈ 1300 મીટર હોવાને કારણે માત્ર એ.ટી.આર. પ્લેન લેન્ડ કરી શકે છે. એરપોર્ટ ઉપર બોઈંગ એરબસ અને જેટ પ્રકારના પ્લેન લેન્ડ કરી શકે તે માટે રન-વે ની લંબાઈ વધારવી આવશ્યક હતી. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ મંજુર કરીને વધારાની 300 એકર જેટલી સરકારી પડતર જમીન મેળવવા માટે રાજ્ય સરકાર પાસે માંગી કરી હતી. એરપોર્ટના ઉદઘાટન સમયે જે-તે વખતના મુખ્યમંત્રીએ એરપોર્ટ વિસ્તરણ માટે જમીન ફાળવવા એવીએશન મંત્રી પ્રફુલ પટેલને ખાત્રી આપી હતી અને જમીન ફાળવવાની દરખાસ્ત કરવા માટે કલેક્ટરને સુચના પણ આપી હતી તેમ છતાં 1300 ને બદલે 2500 મીટર જમીન સરકાર દ્વારા અપાઇ નથી. ટુંકા રન-વે ને કારણે માત્ર એ.ટી.આર. પ્લેન લેન્ડ કરી શકતા હોય જો સરકારે વધારાની જમીન ફાળવી હોત તો મોટા પ્લેન લેન્ડ કરી શકત અને સેવા બંધ થઈ હોત.

1300 માંથી 2500 મીટર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો