તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર જિલ્લામાં 4 સ્થળે જુગાર રમતા 21 ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં ચાલી રહેલા જુગારની બાતમીના આધારે પોલીસે અલગ-અલગ 4 સ્થળોએ દરોડો પાડી 10 મહિલા સહિત 21 જુગારીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂા. 35,580 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોરબંદરનાં કુંભારવાડામાં જાહેરમાં જુગાર રમતાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ચંદુ છગન જગતીયા, પ્રવિણ કાનજી રાઠોડ, જીવીબેન મેરૂ મોકરીયા, જ્યોતિબેન ચંદુ જગતીયા, શાંતિબેન જીવા મોકરીયા, ઢેલીબેન ખીમા ડાકી, ગીતાબેન મેરૂ કરગઠીયા અને નાથીબેન હસમુખ ભરાડાને ઝડપી લઈ રૂા. 4,910 નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સ અને 6 મહિલા વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો છે તેમજ પોરબંદરના કડીયાપ્લોટમાં જાહેરમાં જુગાર રમતી બહેનો પુષ્પાબેન ધનસુખ રાઠોડ, શ્રીયાબેન ગોપાલ રાયચુરા અને જયાબેન કાના મકવાણાને પોલીસે ઝડપી લઈ રૂા. 4090 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તે ઉપરાંત માધવપુરના કડછ ગામના જોગાણી ફળીયામાં જાહેરમાં જુગાર રમતા સવદાસ લાખા કડછા, કેશુ રાજા કડછા, રાણા રામ કડછા, નાગા આલા કડછા, પોલા લાખા કડછા, નાથા રામ મંડેરા અને પોપટ કરશન પરમારને પોલીસે ઝડી લઈ રૂા. 20,830 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ માધવપુરના ટોકીઝ પાછળ જાહેરમાં જુગાર રમતા કેશવ વિરમ ડાકી, રાજુ અરશી બાલસ અને દિપક પ્રવિણ કરગટીયાએ ઝડપી લઈ રૂા. 5750 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર દરોડામાં 10 મહિલાનો પણ સમાવેશ, પોલીસે રૂા. 35,580 નો મુદ્દામાલ કબ્જે કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો