તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટ બહાર કાઢતાં ક્રેઈન તૂટી : નાસભાગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાચીનુ મંગા જગતીયા નામના બોટમાલિકની ‘ક્રિષ્નાજ્યોત’ નામની બોટ ચોપાટી ઓલવેધર પોર્ટ નજીક ખલાસીઓએ લાંગરી હતી. મંગળવારની રાત્રીના અચાનક બોટનું લંગર રાત્રીના સમયે તૂટી ગયું હતું, જેથી દરિયાના તોફાની મોજાને કારણે ‘ક્રિષ્નાજ્યોત’ નામની બોટ ચોપાટી નજીક દરિયાકિનારે તણાઈ આવી હતી. આજે મોડી સાંજે ક્રેઈનની મદદથી બોટને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન લોડ કરી રહેલી ક્રેઈન ધડાકાભેર તૂટી હતી. દરમિયાન ક્રેઈનના 3 કર્મચારીનો બચાવ થયો હતો જ્યારે 1 ને સામાન્ય ઈજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ક્રેઈન ધડાકાભેર તૂટી ત્યારે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી તો બીજી તરફ ક્રેઈન તૂટતા 8 લોકો બોટ નીચે દબાયાની અફવા ફેલાતા પોલીસ કાફલો પણ તાત્કાલીક દોડી આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ હતી તો બીજી તરફ ઘટનાને લઈને ફિશરીઝ કે ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ ડોકાયા પણ હતા જેને લઈને માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો ઉપરાંત બોટમાલિકને નુકસાનીનું વળતર આપવાની માંગ બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદી અને ખારવાસમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો