તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરલી-મટકાના જુગાર પર બેટીંગ લેતો શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી મોબાઈલ અને રોકડ રૂપીયા સહિત કુલ 26,290 નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોરબંદરશહેરના માણેકચોક વિસ્તારમાં એક શખ્સ વરલી-મટકાના જુગાર ઉપર બેટીંગ લેતો હોય, આથી પોલીસે જુગાર ઉપર દરોડા પાડી સ્થળ ઉપરથી મોબાઈલ, રોકડ રૂપીયા સહિત કુલ રૂા. 26,290 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર પર બેટીંગ લેતા શખ્સને ઝડપી લીધો હતો.

પોરબંદરના સોનીબજારમાં રહેતા નેત્ર ઉર્ફે નત્રો માનસિંગ રાવલ નામનો શખ્સ માણેકચોક પાસે વરલી-મટકાના આંકડા ઉપર બેટીંગ લેતો હોય તેવી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વરલી-મટકાના જુગાર પર દરોડા પાડી સ્થળ પરથી બોલપેન, મોબાઈલ ફોન કિં. રૂા. 10,000 તેમજ રોકડ રૂપીયા 16,290 સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને નેત્રને ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતા તેમણે જુગાર અનિલ રામજી ગંધ્રોકીયાને આપવાનું જણાવ્યું હતું આથી પોલીસે અનિલ વિરૂદ્ધ પણ ગુન્હો નોંધી તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...