તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રઘુવંશી વાત્સલ્ય સેવા સમિતિ દ્વારા જરૂરીયાતમંદોને સહાય અર્પણ કરાઈ

રઘુવંશી વાત્સલ્ય સેવા સમિતિ દ્વારા જરૂરીયાતમંદોને સહાય અર્પણ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | રઘુવંશીવાત્સલ્ય સેવા સમિતિ દ્વારા ‘માનવ સેવા સરીતા’નો સેવાયજ્ઞ સતત પ્રજ્જવલ્લીત તથા કાર્યરત રાખવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લાભરમાં લોહાણા જ્ઞાતિના એકલવાયા, અશક્ત તથા જરૂરીયાતમંદ સિનીયર સિટીઝનોને તેમની જરૂરીયાત મુજબ વિવિધ ચીજવસ્તુઓની મદદ પણ દર મહિને પૂરી પાડવામાં આવી રહી છે. સેવાયજ્ઞમાં સંસ્થા અને જ્ઞાતિના શ્રેષ્ઠીઓનો પણ સહયોગ મળી રહ્યો છે. ત્યારે સિનીયર સિટીઝનોને દર મહિને તેમની જરૂરીયાત મુજબ ચીજવસ્તુઓ, દવાઓ તથા જરૂરીયાતવાળા કિસ્સાઓમાં હોસ્પિટલાઈઝેશન પણ આપવામાં આવે છે. નવેમ્બર મહિનામાં પણ 50 જેટલા ગરીબ પરિવારોને અનેકવિધ ખાદ્યપદાર્થો અને જીવન જરૂરીયાતની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. પ્રોજેક્ટમાં વિજયાબેન કોટેચા, જ્યોતિબેન મોનાણી, લીસ્બનવાળા ખીમજીભાઈ દાવડા, જયેશભાઈ પત્તાણી સહિતના સહયોગથી સેવાકીય કાર્યો કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...