તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડમાં પાર્કિંગનો અભાવ

પોરબંદરમાં કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડમાં પાર્કિંગનો અભાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરનું બસ સ્ટેન્ડ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હોવા છતાં પાર્કિંગના અભાવે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે, ઉપરાંત 2 લાખના ખર્ચે મૂકવામાં આવેલ આર.ઓ. પ્લાન્ટ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી.

પોરબંદર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. વિવિધ સુવિધાથી સજ્જ બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પાર્કિંગની સુવિધા હોવાથી લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારથી બસ સ્ટેશનમાં 2 લાખના ખર્ચે પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એસ.ટી. વિભાગની બેદરકારીના કારણે 2 લાખના ખર્ચે મૂકવામાં આવેલ આર.ઓ. પ્લાન્ટ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી. દરરોજ હજારો મુસાફરો બસમાં અવરજવર કરતા હોય ત્યારે મુસાફરોને પીવાનું પાણી મળતું નથી અને બહાર પાણી ભરવા માટે જવું પડે અથવા તો વેચાતું લેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કરોડો રૂપીયાના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ બનાવી દેવામાં આવ્યું અને તેમાં પણ આર.ઓ. પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે પરંતુ તે શરૂ કરવામાં નહીં આવતા મુસાફરોની પીવાના પાણીની પ્રાથમિક જરૂરીયાત પણ સંતોષાતી નથી. જેને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે ઉપરાંત બસ સ્ટેશનમાં પાર્કિંગની પણ વ્યવસ્થા નહીં હોવાના કારણે મુશ્કેલી સર્જાય છે.

પ્લાન્ટ બંધ હાલતમાં

પ્લાન્ટ શોભાનો ગાંઠીયો બન્યો.

2 લાખના ખર્ચે મૂકાયેલ આર.ઓ. પ્લાન્ટ પણ હજુ ચાલુ નથી કરાયો

અન્ય સમાચારો પણ છે...